HALOLPANCHMAHAL

ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલની ઉજવણીના ભગ રૂપે ઋષિકેશ,પરમાથૅ નિકેતન આશ્રમમાં ભરત બારીઆ તેમજ અક્ષય પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા.

તા.૧૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ-૨૦૨૩-ઋષિકેશ, પરમાથૅ નિકેતન આશ્રમમાં તા-૮ માર્ચથી ૧૪ માર્ચ ૨૦૨૩ સુધી ઊજવવામાં આવ્યો હતો.પરમાર્થ નિકેતન આશ્રમના ‘સ્વામી ચિદાનન્દ સરસ્વતીજી અને ‘સાધ્વી ભગવતી સરસ્વતીજીનાં ખાસ આમંત્રણને માન આપીને ગુજરાતમાંથી અમદાવાદના વિશ્વ વિખ્યાત અને ગુજરાતનું ગૌરવ એવા ક્લાકાર ભરત બારીયા તેમજ અક્ષય પટેલ,તથા નૃત્યાવલી ગૃપ દ્વારા ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલમાં આખા વર્લ્ડમાંથી આવેલા વિદેશી મહેમાનોને આપણા ભારતના શાસ્ત્રીય નૃત્યો ,ગુજરાતના લોકનૃત્યો તથા પંચમહાલના આદિવાસી લોકનૃત્યોના વર્કશોપ લીધા હતા.અને સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.દરરોજ સાંજે ગંગાા ઘાટ પર મહાઆરતી નૃત્ય દ્વારા રજૂ કરાઈ હતી.આ ફેસ્ટિવલમાં ભારતના સિંગર કૈલાસ ખેર અને જાણીતા ડ્રમર શિવમણીજી સાથે માં ગંગાઘાટ પર જુગલબંધી રજૂ કરી હતી.આ ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલમાં ઊતરાખંડ ના ગવર્નર ગુરમીતસિંહ અને ભારત સરકારના આયુષ મંત્રાલય મિનીસ્ટર સબઁનંદા સોનોવાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આવેલા મહામનુભાવો અને વિદેશી મહેમાનો મહા ગંગા આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

[wptube id="1252022"]
Back to top button