KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યસભાના સાંસદ ની ઉપસ્થિતિમાં લાભાર્થી સંમેલન કાર્યક્રમ યોજાયો.

તારીખ ૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
નવા ભારત નાં ૯ વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ નાં વર્ષ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં થયેલ કાર્યોને પ્રજા સમક્ષ મૂકવા મહા જન સંપર્ક અભિયાન દેશભર માં ચાલી રહ્યા છે જે લઈ જન સંપર્ક થી જન સમર્થન અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામી ની ખાસ ઉપસ્થિતિમાં લાભાર્થી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૯ વર્ષનાં વિકાસ અને ગરીબ કલ્યાણ નાં કામોની વિસ્તૃત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમો માં પંચમહાલ જિલ્લા લોકસભાના સાંસદ અને કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય સહિત પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો,ભાજપના કાર્યકર્તાઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે મોટીસંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









