બોરુ ગામની ગરીબ પરિવારની દીકરી બેલીમ સાહીન બોર્ડની પરીક્ષામાં 97.02 ટકા લાવી સમાજનું ગૌરવ વધાર્યું

તારીખ ૧૯/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલમાં બોરુ ગામની ગરીબ પરિવારની દીકરી સાહીન અકતરભાઇ બેલીમ બોર્ડની પરીક્ષામાં ૯૭.૦૨ ટકા પરિણામ સાથે પાસ થઈ સમગ્ર શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યું છે ત્યાં બેલીમ સાહીનના પીતા અકતરભાઇ બેલીમ ખાનગી મોટર વાહન પર કંડક્ટરી તરીકે નોકરી કરી પોતાનું ઘર નું ગુજરાન ચલાવે છે અને પોતાની હોનહાર પુત્રી બોરુ ખાતે આવેલી રીફાઇ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી તે સ્કૂલના શિક્ષકોની મહેનત લઇ બેલીમ સાહીન ગણિત વિજ્ઞાન અંગ્રેજી માં ૯૭.૦૨ ટકા મેળવી શાળામાં પ્રથમ આવી છે ત્યારે સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સીપાલની મહામહેનત રંગ લાવી છે જેને લઇ મુસ્લીમ સમાજ સાથે સમગ્ર બોરુ ગામનું નામ રોશન કર્યું છે ત્યારે કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ નું ધોરણ દસનું એસએસસી બોર્ડમાં પહેલા જ વર્ષે ૧૦૦ ટકા પરિણામ સાથે અવ્વલ નંબરે પહોંચી એક નામના મેળવી છે.










