
તા.૨.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદિર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલી ઉમા સોસાયટીમાં શ્રી રામચરિત માનસ કથા નો આજથી આરંભ કરવામાં આવ્યો હતો.અમદાવાદ વાળા કથાકાર વિનોદભાઈ પંડ્યા ના મુખે રજૂ થનારી ધાર્મિક કથા પ્રારંભે આયોજકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી.આ પ્રસંગે યજમાનો સાથે કાઢવામાં આવેલી પોથી યાત્રામાં શ્રોતાઓ જોડાયા હતા.હાલોલ નગરમાં કંજરી રોડ ઉપર આવેલ ઉમા સોસાયટીમાં આજથી શરૂ થતી શ્રીરામ ચરિત માનસ કથા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.અમદાવાદ વાળા કથાકાર વિનોદભાઈ ભાઈ દ્વારા આવનારી 10 મી જાન્યુઆરી સુધી કથા વાંચન કરવામાં આવનાર છે. દરરોજ બપોરે 2 વાગ્યા થી 5 વાગ્યા સુધી શ્રી રામ કથા નું વાંચન કરવામાં આવનાર છે ત્યારે આજે કથા વાંચન શરૂ કરતાં પહેલાં આયોજક મહેન્દ્રભાઈ મહારાજે કથાકાર ની હાજરીમાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી.યજમાન અભય વ્યાસ અને ચિરાગ ચૌહાણ ના પરિવાર તથા શ્રોતાઓ સાથે વાજતે ગાજતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી.હાલોલ ની ઉમા સોસાયટીના કેશવપાર્ક કોમન પ્લોટ માં આગામી 10 જાન્યુઆરી સુધી શ્રીરામ ચરિત માનસ કથા નું શ્રોતાઓ શ્રવણ કરશે.










