GUJARATJETPURRAJKOT

Jetput: જેતપુરમાં BCAમાં અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકથી મોત

તા.૧૧/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં હાર્ટ-એટેક આવતાં અચાનક મોત નીપજ્યું છે. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની વિદ્યાર્થિની કશીશ સતીષભાઈ પીપળવા (ઉં.વ.18) અને જેતપુરની કન્યા કેળવણી મંડળમાં BCAમાં અભ્યાસ કરતી હતી. તે આજે હોસ્ટેલમાં અચાનક જ ઢળી પડી હતી. તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ કશીશને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ-એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

યુવાનોમાં હાર્ટ-એટેકને કારણે મોતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જેતપુરમાં અભીયાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિની કશીશના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છે. મૃતક વિદ્યાર્થિની કશીશને બે વર્ષથી વાલની બીમારી પણ હતી. આ વાલની બીમારીને કારણે હાર્ટ-એટેક આવ્યો હોવાની સંભાવના પણ છે.

નવરાત્રિ પહેલાં એક બાદ એક હાર્ટ-એટેકના બનાવો બનતાં પરિવારો તેમજ લોકો ચિંતિત છે. સરકારે પણ ખેલૈયાઓને હાર્ટ-એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે એ માટે મોટા નવરાત્રિ આયોજનોમાં તબીબોની ટીમ હાજર રાખવાની સૂચના આપી છે.

[wptube id="1252022"]
Back to top button