KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના અંદાજીત ૩૬ વકીલો ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નીમણુક થતાં વકીલો માં ખુશીની લહેર છવાઈ

તારીખ ૦૨/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર નોટરી બનવા અરજી કરનાર તમામ વકીલઓને નોટરી જાહેર કરાતાં જાહેર થઈ ત્રીજી અને અંતિમ નામાવલી નોટરી થયેલ તમામ વકીલોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.દરેક ધારાશાસ્ત્રી ને નોટરી બનવાનું સપનું હોય છે અને આના માટે ધારાશાસ્ત્રી ઓ તનતોડ મહેનત પણ કરતા હોય છે તેમજ નોટરી બનવા માટે વર્ષો સુધીનો સંઘર્ષ પણ કરવો પડતો હોય છે ત્યારે કાલોલ ના અંદાજીત ૩૬ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ ને ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નીમણુક કરતા શહેર સહિત તાલુકાના લોકો મા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.ત્યારે કાલોલ બાર એસોસિયેશનના ના પ્રમુખ રાજેશભાઇ પરમાર,ઉપપ્રમુખ હિરેનભાઇ ગોહિલ અને સેક્રેટરી કાન્તીભાઇ સોલંકી સહિત તમામ વકીલ મિત્રો તથા મિત્રવર્તુળ માંથી તમાંમ નોટરી થયેલ ધારાશાસ્ત્રી ઓને શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]









