કાલોલ નગરપાલીકા મા સમાવિષ્ટ ગોળીબાર ગામમા પ્રાથમિક સુવિધાઓ આપવા ગ્રામજનોનું આવેદન.

તારીખ ૨૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા ના વૉર્ડ નં ૭ માં મલાવ ચોકડી પાસે આવેલા ગોળીબાર ગામે વિકાસ ને નામે મીંડું છે છેલ્લા પચાસ વર્ષ થી વસવાટ કરતા મોટેભાગે શ્રમજીવી પરિવારો ની વસ્તી ધરાવતું આ ગામ વર્ષો થી કાલોલ નગરપાલીકા અને વહીવટી તંત્ર નાં વહીવટદારો થી ઉપેક્ષિત રહ્યુ છે પરિણામે પાણી થી લઈ સાફ સફાઈ અને વીજળી ની સુવિધાઓ નાં પણ ધાંધિયા જોવા મળે છે આઝાદી ના આટલા વર્ષો બાદ પણ આ ગામમા ગુલામી જેવુ વાતાવરણ જોવા મળે છે ગામમા મુખ્યત્વે નાયક અને વણજારા સમાજના લોકો ની વસ્તી છે જેમા ૪૨ જેટલા નાના બાળકોને ને ભણવા માટે કોઈ આંગણવાડી પણ નથી કે કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી.પાણીની ટાંકી પણ જર્જરીત હાલતમાં ઉભી છે જેમાથી બેફામ પાણીનો બગાડ થાય છે.ગ્રામજનોએ આવેદનપત્ર આપી મામલતદાર અને કાલોલ ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારી સહિત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે વડાપ્રધાન અને મુખ્યમંત્રી ની ઢગલાબંધ યોજનાઓ જેવીકે હર ઘર નલ, આવાસ યોજના,જ્યોતી ગ્રામ યોજના જાહેર કરી છે તેમ છતા પણ આ ગામમા કોઈ યોજનાનો લાભ મળતો નથી ગ્રામજનોને કોઈ સરકારી સહાય મળતી નથી . શૌચાલય ના અભાવે ગામની મહિલાઓને સહિત ગ્રામજનોને રાત્રી ના સમયે ગામની ભાગોળે ખુલ્લામાં શૌચાલય માટે જવાની ફરજ પડે છે ગ્રામજનોએ ૫૪ જેટલા વ્યક્તિઓની સહી અને અંગુઠા કરી આવેદનપત્ર આપેલ છે.માત્ર ચુટણીઓ આવે ત્યારે મત લેવા દરેક પાર્ટી ના નેતાઓ ગોળીબાર ગામમા આવતા હોય છે અને ચુંટણી પુરી થયા બાદ કોઈ દેખાતુ નથી ત્યારે આ ગરીબ અને શ્રમજીવી પરિવારો ને વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તેવી તેઓની માંગ છે.











