KALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર બાગાયતી કેંદ્ર ના રિસેપ્શન રૂમ માં આગ લાગતા અંદાજીત છ થી સાત લાખનું નુકશાન.

તારીખ ૬ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર માં આવેલ કેન્દ્રીય બાગાયતી સંશોધન કેન્દ્ર નાં રિસેપ્શન રૂમ માં ગત તા ૦૩/૦૪ ની રાત્રી એ આઠ કલાક નાં સુમારે કોઈક અગમ્ય કારણોસર આગ લાગતા એરકન્ડીશન મશીન નંગ ૨, ટીવી, વોલ ફેન, શોફા સેટ, કોફી ટેબલ, એલઈડી સિલીંગ લાઈટ ,રિસેપ્શન કાઉન્ટર, રિવોલ્વિંગ ખુરશી, ગ્લાસ એલ્યુમિનિયમ સેક્શન, એલ્યુમિનિયમ વુડન, ગ્રેનાઈટ ફ્લોરીંગ, દીવાલો નુ પ્લાસ્ટર, શિલાન્યાસ પત્થર, ડિસ્ટેમ્બર અને એલ્યુમિનિયમ પેઇન્ટસ વર્ક બળી જવાના કારણે અંદાજીત રૂ છ થી સાત લાખનું નુકશાન થયુ હોવાનુ વેજલપુર પોલીસ સ્ટેશન માં બાગાયતી કેન્દ્ર ના જવાબદાર અધિકારી અરવિંદકુમાર એસ સિંહ દ્વારા જાણ કરાતા પોલીસે જાણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









