HALOLPANCHMAHAL

હાલોલ ટોલનાકા નજીક દૂધ ભરેલું ટેન્કર ડિવાઈડર ઉપર ચડી જતા સર્જાયો અકસ્માત

તા.૧.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ટોલનાકા પાસે ગોધરા જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કરને ઓવરટેક કરીને નીકળવા જતા ગેસના સિલિન્ડર ભરીને જતા આઇશર ટેમ્પા ચાલકે એક કાર ને ઘસરકો મારી બ્રેક કરી દેતા દૂધ ભરેલા ટેન્કર ચાલકે ટેન્કર ટેમ્પો સાથે ન ભટકાય તે માટે ડિવાઈડર ઉપર ચડાવી દેતા ટેન્કર અને સિલિન્ડર ભરેલા આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત ટડ્યો હતો.ટોલનાકા પાસે અકસ્માત થતા એક તબક્કે વડોદરા તરફ થી હાલોલ આવી રહેલા વાહનો ની કતાર લાગી જતા ટોલનાકા દ્વારા વૌકલ્પીક વ્યવસ્થા કરી વડોદરા તરફ ના એન્ટ્રી ગેટ માંથી વાહનો કઢાવવા ફરજ પડી હતી. ડિવાઈડર ઉપર ચડી ગયેલા ટેન્કર ને બહાર કાઢવા ક્રેઇન ની મદદ લેવામાં આવી હતી.અને ભારે જેહમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button