HALOLPANCHMAHAL

હાલોલ વડોદરા હાઇવે ઉપર એસ. ટી.બસ અને ટેમ્પા વચ્ચે સર્જાયો અકસ્માત,બસમાં સવાર મુસાફરો થયા ઈજાગ્રસ્ત.

તા.૨૦.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ વડોદરા હાઇવે રોડ ઉપર એસટી બસ અને ટોલ પ્લાઝા નું વાહન ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એસટી બસમાં સવાર અનેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. વડોદરા થઈ હાલોલ તરફના ટ્રેક ઉપર આવી રહેલી એસટી બસ અને ટોલ પ્લાઝા ના કારટિંગ્સ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ની ઘટના બાદ એસટી બસ માં સવાર મુસાફરો માં રોકકળ મચી જવા પામી હતી.જેમાં અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.હાલોલ વડોદરા રોડ ઉપર જરોદ ના લીલોરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં ઇજાગ્રસ્ત મુસાફરો ડ્રાઇવર ના દરવાજે અને બારીઓ માંથી બહાર નીકળ્યા હતા. જરોદ પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને ઇજાગ્રસ્ત મુસાફરો ને જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે અક્સ્માત સર્જાતા એસ. ટી.બસના આગળના ભાગે મોટું નુકશાન પહોંચવા પામ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button