
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૭.૨૦૨૩
હાલોલ જ્યોતિ સર્કલ નજીક 108 એમ્બ્યુલન્સ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.108 એમ્બ્યુલન્સ હાલોલના ત્રિકમપુરાથી પેશન્ટને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જઇ રહ્યા હતા દરમ્યાન વડોદરા તરફથી આવતી એક કાર સાથે ધડાકાભેર 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અક્સ્માત માં 108 એમ્બ્યુલન્સને આગળ શોના ભાગે મોટું નુકશાન પહોચ્યું હતું.જ્યારે કાર ને પણ સાઇડના ભાગે નુકશાન પહોંચવા પામ્યું હતું.જોકે 108 એમ્બ્યુલન્સ અને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો અને સદ નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.જ્યારે આ 108 એમ્બ્યુલન્સ ઘોંઘબા રૂટની હોવાનું જાણવા મળ્યું હતું.અને અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા.

[wptube id="1252022"]









