હાલોલના કંજરી રોડની નવીનીકારણની સાથે રોડ પોહળા કરવાની કામગીરી માં અડચણ રુપ વીજ પોલ તથા ડીપી ખસેડવા ની કામગીરી વીજ કંપની દ્વારા આરંભાઈ

તા.૨૩.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ નું નવીનીકરણ સાથે રોડ પોહળા કરવાની કામગીરીમાં વચમાં આવતા વીજ પોલ તથા ડીપી ખસેવા માટે માર્ગ મકાન ( જિલ્લા પંચાયતના વિભાગ )દ્વારા આજથી અઢી વર્ષ પહેલા એમ.જી.વી.સી એલ દ્વારા આપવામાં આવેલ એસ્ટીમેટ મુજબ 40 લાખ રકમ ભરવામાં આવી હતી. તેમ છતાં વીજ કંપની દ્વારા તે કામગીરી નહિ કરતા આખરે માર્ગ મકાન વિભાગ દ્વારા ભરવામાં આવેલ રકમ પરત આપવા બાબતે વીજ કંપની ને નોટીસ આપવામાં આવી હતી. જેને લઇ વીજ કંપની સફાળુ જાગી આજે તે કામગીરી હાથ ધરવામાં આવતા તે વિસ્તાર ના રહીશોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.હાલોલ નગર ના કંજરી રોડ ઉપર ભૂગર્ભ ગટર યોજના માટે ખોદેલ ખાડા બાદ આ રોડ નું નવીનીકરણ તેમજ રોડ પોહળા કરવાની કામગીરી આથી અઢી વર્ષ પૂર્વે શરુ કરવામાં આવી હતી. પરંતુ રોડ ને પોહળા કરતી વખતે રોડ ની વચ્ચે આવતા વીજ પોલ તેમજ ડીપી ને ખસેડવા માટે માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા વીજ કંપનીમાં અરજી કરતા તે કામગીરી કરવા અંગે 40 લાખ નો ખર્ચ બાબત નો એસ્ટીમેટ આપવામાં આવ્યો હતો.જેને લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા તે રકમ ભરપાઈ કરવામાં આવી હતી. ત્યાર બાદ એક વર્ષ જેટલી તે કામગીરી ની રાહ જોવા છતાં તે કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં નહીં આવતા આખરે થાકી માર્ગ મકાન વિભાગે રોડ ની કામગીરી શરૂ કરી દીધી હતી. અને તે કામગીરી પૂર્ણતાને આરે આવી હોવા છતાં રોડની વચ્ચે આવતા વીજ પોલ તેમજ ડીપીને ખસેડવા ની કામગીરી નહિ થતા બાકી નો રોડ બનાવામાં તકલીફ પડતી હોય તેમજ તે વીજ પોળ અને ડીપી વચ્ચે આવતી હોઈ અંતે માર્ગ મકાન વિભાગ દ્વારા વીજ કંપની ને નોટિસ આપી જણાવ્યું હતું કે તેમે કરેલ કામગીરી માં થયેલ ખર્ચ ને બાદ કરતા બાકીની રકમ સરકારી હેડે પરત કરવી તે નોટીસ આપતા સફાળુ જાગેલી વીજ કંપની એ આજે તે કામગીરી આરંભી દીધી હતી. જેને લઇ તે વિસ્તાર ના રહીશોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.કારણકે હવે અકસ્માત ની ભીતિ નહિ રહે અને બાકી રહેલી રોડ ની કામગીરી હવે જલ્દી પુરી થશે તેવી આશા બંધાઈ છે.










