હાલોલ- રાજકોટ અગ્નિકાંડને પગલે કોમર્શિયલ બિલ્ડીંગો,હોટલો,હોસ્પિટલ, જીમમાં ચેકીંગ, કંજરી રોડ પર આવેલ વિનાયક હબ કોમર્શિયલ કોમ્લેક્ષમ સૂરક્ષા સલામતીનો અભાવ જોવા મળતા કાર્યવાહી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૫.૨૦૨૪
રાજકોટના કાલાવડ ખાતે ટી.આર.પી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના ને પગલે હાલોલ વહીવટી તંત્ર સફાળુ જાગી નગર ના કંજરી રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સ માં ફાયર સેફટી ના એન.ઓ.સી ઓક્ટોબર માં પુરી થઇ ગઈ હોવાથી અને તેને ફરી થી રીન્યુ કરાવવાનું હોઈ ત્રીજા અને ચોથા માળે આવેલ એક હોટલ અને એક જીમ ને બંધ કરી દેવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર એક દમ સફાળુ જાગી એક્સનમાં આવતા હાલોલ નગર માં આવેલી હોટલો,હોસ્પીટલો તેમજ ઉંચી ઇમારતોમાં સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ન ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજકોટના કાલાવડ ખાતે ટી.આર.પી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના માં નિર્દોષ મને હરવા ફરવા અને મોજ મસ્તી કરવા ગયેલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેને પગલે સમગ્ર ગુજરાતમાં દર્દનાક ઘટના ને લઇ અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનેલી દુર્ઘટનામાં કેટલા નાના માસુમ બાળકો ભોગ બન્યા છે. જેને લઇ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,અને રાજકોટ અગ્નિકાંડના તમામ ગુનેગારોને કડકમાં કડક સજા તેમ લોક માંગ ઉઠવા પામી છે. બનેલી દુર્ઘટના ને લઇ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર સફાળુ જાગી નાના મોટા નગરો શહેરો માં આવેલા વધારે ભીડભાડ થતી તેવા સ્થળો મોટા મોલ થિયેટરોમા સર્વે કરી સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત હાલોલ પ્રાંત અધિકારીના માર્ગદર્શન અને સૂચનાથી હાલોલ ફાયર ટીમે આજે ઢળતી સાંજે કોમર્શીયલ કોમ્લેક્ષ ની ચકાસણી હાથ ધરતાં હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ વિનાયક હબ કોમ્પ્લેક્સમાં સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી.જેમાં ફાયર એન ઓ સી પૂર્ણ થયેલ જણાઈ આવેલ અને તેને ફરી થી રીન્યુ કરાવેલ ન હોવાથી તેને તાકેદ સૂચના આપી બે માળ ને સેફટી ટેપ મારી બંધ કરી દેવામાં આવી છે જયારે ગ્રાંઉડ ફ્લોર પર આવેલ દુકાન તેમજ એક બેંક ને પણ તાકેદ કરી ત્વરીત એનઓસી મેળવવા જણાવ્યું હતું.











