
તા.૧૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G 20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે.ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજરોજ G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્ર્મનુ હાલોલ નગરપાલિકા ગાર્ડન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. કલ્પનાબેન જોષીપુરાજી વકતા સ્થાને હતા.અને તેઓ દ્વારા ખુબ સુંદર રીતે યુવાઓને G-20 અંતર્ગત યુવાઓની સમાજમાં ભૂમિકા તેમજ આરોગ્ય,રમત ગમત આજના યુવાનમાં મહત્વ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજય યુવક બોર્ડના જીલ્લા સંયોજક પ્રજ્ઞેશભાઈ પટેલ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહક ઋત્વિકભાઈ વ્યાસ,ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પંચમહાલ જીલ્લા ચેરમેન નીતિનભાઈ શાહ,ભાજપા હાલોલ નગર મહામંત્રી રવિન્દ્રસિંહ ઠાકોર,હાલોલ નગરપાલિકાના માજી સદસ્ય શૈલેષભાઇ પટેલ,દિપ્તીબેન પટેલ, ચિરાગભાઈ પટેલ,બજરંગ દળ વિભાગ સંયોજક જલ્પેશભાઈ સુથાર સહિત નગરના યુવાનો હાજર રહ્યા હતા.










