HALOLPANCHMAHAL

હાલોલના રામેશરા ગામે બે બાઇકો સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત.એક ગંભીર

તા.૨૫.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના રામેશરા ગામે પેટ્રોલપંપ સામે મોટરસાયકલ અને સ્કૂટર સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માત માં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.બંને ગાડી ના ચાલકો રામેશરાના હતા. રામેશરાના કબીર ફળિયામાં રહેતો 18 વર્ષીય યુવક અક્ષય મીનેશભાઈ પરમાર તેના મિત્ર બળિયાદેવ ના પ્રકાશ રામસિંહ ચૌહાણ ને લઈ ઘરે થી ગાડી માં પેટ્રોલ ભરાવવા નીકળ્યો હતો. ત્યારે પેટ્રોલપંપ સામે જ તેના સ્કૂટર ને મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. અકસ્માત માં રામેશરાના જ મોટરસાયકલ ચાલક રાહુલ હસમુખભાઈ નાયક નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા અક્ષય પરમાર ને હાથ માં અને માથામાં ઇજાઓ થતા હાલોલ ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવમાં આવ્યો હતો.જ્યારે પ્રકાશ ચૌહાણ ને 108 એમ્બ્યુલન્સ માં સારવાર માટે હાલોલ રેફરલ માં લાવવમાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.અકસ્માત માં મોટરસાયકલ અને સ્કૂટર સામસામે ભટકાતા યુવક નું મોત થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતાં જ્યારે અક્સ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

[wptube id="1252022"]
Back to top button