KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો.

તારીખ ૨૩ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા, પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત કાલોલ તાલુકાના કુલ ૭૧ ગામોના કુલ રૂપિયા ૨૪૩ લાખની રકમના કુલ ૧૭૭ કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ કાલોલ નગરપાલિકાના હોલ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરીને તમામ બાબતોની નોંધ અને કામોની ગુણવત્તા જાળવી રાખવા તથા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કાલોલે પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. કાલોલ તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમાર,તાલુકા પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ , કારોબારી અધ્યક્ષ ડો કિરણસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ પદાધિકારીઓ તેમજ તમામ ગામોના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button