HALOLPANCHMAHAL

હાલોલ:જેપુરા શાળામાં ધોરણ 8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. 

તા.૬.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના જેપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી.શાળાના આચાર્ય અતુલભાઈએ બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બાળકો શાળાનું નામ રોશન કરે તે વાત સમજાવી આપણી શાળાની એક દીકરી ભૂમિકા પરમારે નવોદય વિદ્યાલય વેજલપુર માં ધોરણ 9 મા પરીક્ષા આપી પ્રવેશ મેળવ્યો તે બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.ધોરણ 8 ના બાળકોએ શાળાને સ્મૃતિ ભેટ આપી તેમજ ધોરણ 7 ના બાળકોને છોડવાઓ ઉછેરવા ભેટ આપી શાળાનું સારા પર્યાવરણ નું નિર્માણ થાય તે માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button