બોરુ રીફાઇ સ્કૂલમાં ઓસ્ટ્રેલિયાના ચીફ ગેસ્ટ ની વિશેષ ઉપસ્થિતિમાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવની ઉજવણી સંપન્ન

તારીખ ૧૬/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની બોરુ સ્થિત ઈંગ્લીશ મીડીયમ રિફાઈ પબ્લિક સ્કૂલ ખાતે ૧૧ મો વાર્ષિક રમતગમત દિવસ નો શુક્રવારે સીનીયર અને જુનિયર (કે.જી.)અને ધોરણ એક થી ત્રણ ના બાળકો સાથે સ્પોર્ટ્સ ડે નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું હતુ જ્યારે બીજા દીવસે શનિવારે ચીફ ગેસ્ટ તરીકે ઓસ્ટ્રેલિયાના વિલબર કોલાકો તથા શાળાના સસ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીનબાબા ના સાહબજાદા હઝરત નયૈરબાબા રિફાઇ સાહેબની ખાસ ઉપસ્થિતિમાં ધોરણ પાંચથી ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લઇ બે દિવસીય વાર્ષિક રમતોત્સવ દિવસ નો રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી સંપન્ન થઇ હતી કાર્યક્રમમાં વીશાળ સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ, ગ્રામજનો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્યે રમતોત્સવ વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી.શાળાના સ્પોર્ટ ટીચર અને શિક્ષકોએ બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં વિવિધ રમતો રમાડી હતી સ્પર્ધાઓના અંતે વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.સમારંભમાં મુખ્ય મહેમાન ઓસ્ટ્રેલીયાના વિલબર કોલાકોએ ભણતર સાથે રમતનું જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદબોધન કર્યું હતું.અંતે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સૈયદ સોયબબાબા દ્વારા ખૂબજ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.