નસવાડી બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીમા પ્રમુખ, ઉપપ્રમુખ, અને મંત્રી બીન હરીફ વિજેતા

મુકેશ પરમાર
નસવાડી વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી બીન હરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં નસવાડી વકીલ બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જયેશભાઈ.બી.શાહ ઉપ-પ્રમુખ તરીકે સહેજાદ. વાય.મેમણ મંત્રી પદ માટે રમેશભાઈ.આર. પ્રજાપતિ ઉમેદવારી નોંધાવી હતી સમય મર્યાદામાં અન્ય ઊમેદવારી નહિ નોંઘાતા આ તમામ ઉમેદવારોને આજરોજ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ રાજપુત દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીને બિન હરીફ વિજેતા જાહેર કર્યા હતા.નસવાડી બાર એસોસિએશન વકીલ મંડળમાં વકીલોમાં એકતા જળવાઈ રહે તે માટે સભ્યોએ સર્વનુંમતે પસંદગીનો કળશ ઢોળી વિજેતા કર્યા હતા જે બાદ ચૂંટાયેલા પ્રમુખે તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરી પોતાના પર રાખેલ વિશ્વાસને યોગ્ય કામગીરી કરી વકીલોના હિત માટે અગ્રેસર રહિ વકીલ મંડળે રાખેલા વિશ્વાસમા યોગ્ય ઠહેરવા પ્રયત્નશીલ રહેવા અંગે જણાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.વકીલોએ ચુટાએલ પ્રતીનિઘીઓનુ ફુલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી વકીલ એક્તા જીન્દાબાદના નારા લગાવ્યા હતા.