
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૪.૪.૨૦૨૪
તારીખ 23 એપ્રિલ 2024 ને મંગળવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળા દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં માઇ ભક્તો માટે ખાસ સેવાનો અનોખું કાર્ય કરવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. ચૈત્ર માસમાં મહાકાળી માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે.ત્યારે તેમના માટે કલરવ શાળા દ્વારા એક દિવસની ખાસ સેવા આપવામાં આવે છે.જેમાં શાળા દ્વારા 2000 લીટર છાશનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.વિવિધ સ્થળેથી પાવાગઢ જતા પગપાળા પદયાત્રીઓ માટે આ સેવા આપવામાં આવે છે. આ સેવાનું મુખ્ય આશય વિદ્યાર્થીઓમાં સેવાની ભાવના કેળવાય તે હોય છે.આ સેવામાં શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોશીપુરા શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સાથ સહકાર ખૂબ જ મહત્વનો બની રહ્યો હતો.આ સેવા આપવા માટે દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ હતા.










