કાલોલ કેળવણી પ્રચારક મંડળના ટ્રસ્ટી દ્વારા શાળા મંડળ વિરૂદ્ધ ખોટી કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ને રજુઆત.
તારીખ ૨૯/૦૬/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ની સબ જ્યુડીશ બાબતમા ખોટી કાર્યવાહી કરી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ખોટો દરખાસ્ત કરાવી મંડળ સંચાલિત શાળા સરકાર હસ્તક કરવાની તદન ખોટી ધમકીઓ આપી કુદરતી ન્યાય ના સિદ્ધાંતો નો ધરાર ભંગ કરી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને નિયામકની કચેરી દ્વારા સુનાવણી રાખવામા આવી હતી અને અગાઉથી નક્કી કર્યા મુજબ સ્ટીરિયો ટાઈપ સુનાવણી રાખેલ અગાઉ શિક્ષાત્મક કાર્યવાહી કરેલ તેજ મુદ્દા પર ફરીથી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સુનાવણી રાખેલ વધુમાં શાળા સરકાર હસ્તક લેવા ની સત્તા પણ નાયબ નિયામક ને નથી તેમ છતાં પણ ખોટી ધમકીભરી નોટીસ આપીને મંડળને દબાણમાં લાવીને સબ જ્યુડીશ મામલે સરકારી અધિકારીઓ પોતાનુ ધાર્યું કરાવવા માટે અધીરા બન્યા હતા વધુમા હંગામી શિક્ષણ સહાયક ને કલમ ૩૬ મુજબ તેમજ નિયમ ૨૭ મુજબનું કોઇ રક્ષણ નહી હોવા છતા હંગામી શિક્ષણ સહાયક ને કોર્ટ મા જવાનુ સુચન આપવાને બદલે સરકારી અધિકારીઓ પોતે જ કોર્ટ બની ગયા હતા સમગ્ર ઘટના બાબતે કાલોલ કેળવણી પ્રચારક મંડળના ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા દ્વારા મુખ્યમંત્રશ્રીના સ્વાગત ઓનલાઇન કાર્યક્ર્મ મા રજુઆત કરતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત શિક્ષ્ણ વિભાગને તેઓની રજુઆત મોકલી આપવામાં આવી હોવાનુ મુખ્યમંત્રી જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ છે.









