હાલોલ:વનવિભાગ દ્વારા કરુણા અભિયાનને અનૂલક્ષી રેલી યોજાઇ,ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે રેલીનું પ્રસ્થાન કરાવ્યું

તા.૧૨.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ખાતે નોર્મલ રેન્જ હાલોલ વન વિભાગ ગોધરાના સહયોગથી મકરસંક્રાંતિ ને અનુલક્ષીને કોઈપણ પક્ષી જીવ ન ગુમાવે તે હેતુથી કરુણા અભિયાનની રેલી નું નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મકરસંક્રાંતિના અનુલક્ષીને પતંગના દોરાથી ઘણા બધા મૂંગા પક્ષીઓનો જીવ હોમાતો હોય છે જેને કંટ્રોલ કરવા માટે હાલોલ વન વિભાગ દ્વારા નગરમાં રેલી કાઢી હાલોલની જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોઈપણ જગ્યાએ ઘવાયેલ પક્ષી જોવા મળે તો તેને બચાવવા માટે હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરી ધવાયેલ પક્ષીને બચાવવાની કામગીરી કરવામાં સહયોગ આપે તે હેતુ થી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ રેલીને આગળ ધપાવવા માટે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારે લીલી જંડી આપી હતી અને તેમને હાલોલની જનતાને અનુરોધ કર્યો હતો કે આ મકરસંક્રાંતિમાં એક પણ મૂંગા અને અબોલ પક્ષીઓનો જીવ ન જાય તે માટે સજાગ રહેવા જણાવ્યું હતું.તે ઉપરાંત આ રેલીમાં કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,વન વિભાગ ના અધિકારી તેમજ હાલોલ પ્રાંત અધિકારી ડૉ. મયૂર.પી.પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.










