
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૩
હાલોલ નગરમાં મોહરમ પર્વ નિમિત્તે નીકળતા તાજીયા જુલુસમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જેને અનુલક્ષીને પોલીસ દ્વારા તાજીયાના નિર્ધારિત રૂટ પર પોલીસ નું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આગામી તા.28 અને 29 જુલાઈ નાં રોજ મોહરમ પર્વ ની ઉજવણી થનાર છે.જે અંતર્ગત આજરોજ હાલોલ ટાઉન પીઆઈ કે.એ.ચૌધરી ની અધ્યક્ષતામાં નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.જેમાં મોહરમ ના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ ની ઉજવણી થાય જેને લઇ તકેદારીના ભાગરૂપે તાજીયા ના નિર્ધારિત રૂટ પર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.જેમાં હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
[wptube id="1252022"]