હાલોલમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ઈસમને પૈસા કમાવાની લાલચ આપી રૂ.4,75,000/- ની છેતરપિંડી કર્યા અંગેની નોંધાઈ પોલીસ ફરિયાદ

તા.૪.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
મૂળ ઓરીસ્સા અને હાલ હાલોલ ના રણછોડ નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ઈસમને અજાણ્યા ઈસમ દ્વારા વોટ્સઅપ મેસેજ મોકલી યુ ટ્યુબ ની લીંક નો ઉપયોગ કરી પૈસા કમાવાની લાલચ આપતા ફરીયાદી એ અજાણ્યા ઈસમે જણાવ્યા મુજબ પૈસા ટ્રાન્ફર કરતા મેસેજ માં જણાવ્યા મુજબ પૈસા પરત નહિ થતા ફરિયાદી પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા ફરિયાદીએ અજાણ્યા ઈસમ સામે રૂ.4.75 લાખ ની વિશ્વાશઘાત અને છેતરપીંડી ની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરીસ્સા અને હાલ હાલોલ ના રણછોડ નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પ્રશાંતકુમાર બંસીધર સામંતરાય ઉ.વ.31 ના ઓ ને 14 એપ્રિલ ના રોજ તેના મોબાઈલ નંબર ઉપર એક અંગ્રેજીમાં can i have a few minutes of your time ને મેસેજ આવ્યો હતો તે મેસજ નો જવાબ ok આપતા ત્યારબાદ યુ ટ્યુબ લીક આવી તેના ઉપર ક્લીક કરતા આવેલ મેસેજ નો સ્ક્રીન સોટ પાડી ટેલિગ્રામ મેસેજમાં મોકલી ફોન પે ની એપ્લીકેશન થી બતાવેલા નંબર ઉપર રૂ.1000/- મોકલ્યા હતા. ત્યારબાદ તરતજ સામેથી તેજ એકાઉન્ટમાં રૂ 1300/- જમા આવ્યા હતા. ત્યારબાદ મેસેજ આવેલ મેસેજ માં જણાવ્યું હતું કે પાર્ટ ટાઈમ જોબ કરવા તમારે ઘરે બેઠા કમાઓ અને યુ ટ્યૂબ ઉપર મોકલેલ લિંક ને ફોલો કરવાનું કહેતા જણાવ્યું મુજબ ફરી 5000/- તે ખાતામાં ટ્રાન્સફર કરતા થોડીવારમાં 13000/- રૂપિયા ફરિયાદી પ્રશાંતભાઈ ના એકાઉન્ટમાં જમા થતા ફરિયાદી પ્રશાંતભાઈ ને પૂરો વિશ્વાસ બેસી જતા બીજા દિવસે 15 એપ્રિલ ના રોજ ફરીથી 5000/-,20000/-,65000/-,20000/- તે ખાતામાં ટ્રાન્સફર કાર્ય હતા. ત્યારબાદ ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ કરવા વેબસાઈટમાં પ્રશાંતભાઈ ના નામ નું ખાતું ખોલેલ અને તેમાં અપડાઉન પ્રોસેસ કરેલ તેમાં ફરિયાદીના ખાતામાંથી 65000/- અને ત્યારબાદ 300000/- નાખ્યા હતા. ત્યારબાદ સંપર્ક ટૂટીં ગયેલ ત્યારબાદ ફરિયાદી પ્રશાંતભાઈ ને લાગ્યું કે મારી સાથે ફ્રોડ થયું છે. એટલે 1930 ફોન કરી તમામ માહિતી આપી પૈસા કમાવાની લાલચ આપી મારી સાથે રૂપિયા 4,75,000/- ની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત અંગે ની ફરિયાદ નોંધાવતા હાલોલ ટાઉન પોલીસે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત અંગે ની ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.










