MORBI:મોરબી હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર ઇસમો ઝડપાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણગરમાં રહેતા યુવકને તેના મિત્ર સાથે ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી યુવક અને તેના ઘર પરીવાર ઉપર હુમલો કરવાના બનાવમાં યુવકના ઘરની બહાર ચપ્પલની લારીમાં આગ લગાડતા વચ્ચે પડેલ યુવકના પિતાને સળગતી લારીમાં ધક્કો મારી પાડી દેતા જેમાં દાઝી ગયેલ યુવકના પિતાનું સારવારમાં મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો ત્યારે હત્યાના ગુનામા સંડોવાયેલા ચાર આરોપીઓને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે જયારે હજુ એક આરોપીની અટક કરવા બાકી હોય ત્યારે તેની શોધખોળની તજવીજ હાથ ધરી છે.

હત્યાના ગુનાની ટૂંક વિગત મુજબ મિત્રો સાથે ફોનમાં બોલાચાલીનો ખાર રાખી યુવક ઉપર હુમલો કરાયો હતો જે બાબતે યુવકની માતા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મોરબીના રામકૃષ્ણનગરમાં ગઇ તા.૧૩/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સમયે યુવકના રહેણાકના સ્થળે આરોપીઓએ ભેગા મળી મારામારી કરેલ ત્યારબાદ આરોપીઓના અન્ય મિત્રોએ ફરીયાદીના પતિને માર મારી ઘરની બહાર શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુક્શન કરેલ અને ફરીયાદીના પતિ (મરણજનારને ) માર મારી સળગતી લારી પાસે ધકો મારી ફેકી દીધેલ જેઓ સારવાર દરમ્યાન મરણ જતા ગુનામા કલમ ૩૦૨નો ઉમેરો કરી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી આરોપી શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઇ લાલુકીયા ઉવ ૩૨ રહે.મોરબી રામક્રુષ્ણનગર શેરી નં આર/૧૦, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા ઉવ.૩૫ રહે.મોરબી ભડીયાદ રોડ રામાપીરના ઢોળા પાસે, વિમલભાઇ નટૂભાઇ કામળીયા ઉવ.૨૭ રહે-ઘુંટૂગામ, રામકો વીલેજ સોસાયટી મોરબી-૨, સંદીપભાઇ રાજેશભાઇ બોળા ઉવ.૨૦ રહે-ઘુંટૂગામ, રામકો વીલેજ સોસાયટી મોરબી-૨ એમ કુલ ચાર આરોપીઓને શોધી જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે હજુ એક અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.








