PANCHMAHALSHEHERA

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના પીએચડી રિસર્ચ સ્કોલર, નેપાળ ખાતે કોન્ફરન્સમાં ઝળક્યા

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા માં બોટની વિષય અંતર્ગત નુપુર વિજ્યાંશી કે જેઓ ડો. રૂપેશ એન.નાકરના માર્ગદર્શનમાં પીએચડી કરી રહ્યા છે તેઓએ “સીઝનલ ડાયનેમિક્સ ઓફ ગ્રાસ ડાઈવર્સિટી એન્ડ ડ્રોટ ટોલરન્ટ ટ્રેટ્સ ફ્રોમ અમદાવાદ ગુજરાત ઇન્ડિયા” વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન ઓનલાઇન આપ્યું હતું. નેપાળ ખાતે આયોજિત આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સુંદર રિસર્ચ પ્રેઝન્ટેશન બદલ તેઓએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બદલ યુનિવર્સિટી ના કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટારશ્રી ડો. અનિલ સોલંકી સાહેબ, ઈસી મેમ્બર ડો.અજય સોની સાહેબ, ઇસી મેમ્બર પુરોહિત સાહેબ, એમ બી પટેલ સાહેબ સહિતના મહાનુભાવોએ આ સિદ્ધિને બિરદાવી રિસર્ચ ટીમને ખૂબ અભિનંદન આપ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button