કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

તારીખ ૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે હાલોલ સીપીઆઈ એ.બી.ચૌધરીની અધ્યક્ષતામાં અને કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. તરાલ ઉપસ્થિતિમાં પોલીસ મથક ખાતે સોમવારના રોજ આગામી હિન્દુ ધર્મના પાવન પર્વ રામનવમી તેમજ મુસ્લિમોના પવિત્ર રમઝાન પાવન પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રામનવમી તહેવારને અનુલક્ષીને શોભાયાત્રા લઈને કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાયેલી રહે સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવાર યોજાય તેમજ આ દરમ્યાનમાં મુસ્લિમોના હાલમાં ચાલતા પવિત્ર તહેવાર રમઝાન અનુલક્ષીને પણ કાયદો વ્યવસ્થા તેમજ શાંતિ સલામતી જળવાયેલી રહે તેના માટે હાલોલ સીપીઆઈ એ.બી. ચૌધરી અને કાલોલ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર જે.ડી તરાલ દ્વારા બેઠકમાં ઉપસ્થિતિ હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ સાથે બન્ને તહેવારોને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી સલાહ સૂચનોની આપ-લે કરી માર્ગદર્શન આપ્યું હતું અને બન્ને ધર્મના તહેવારો કાલોલ નગર ખાતે શાંતિથી ઉજવાય તેને લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરી હતી અને કાલોલ પોલીસે નગરજનોને આ બન્ને ધર્મના પાવન તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી.