KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના દોલતપુરા ગામે ખાખડીયા વાળા ફળિયામાં નવી પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન.

તારીખ ૦૫/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાનુ દોલતપુરા ગામ જે કાલોલ નગરપાલીકા મા સમાવેલું છે અને તેના કેટલાક વિસ્તાર ગામથી દૂર હોવાથી નગરપાલીકા લાગે છે મેદાપુર ગ્રામ પંચાયત તેવા મુદ્દે વિકાસ ની પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે.કાલોલ તાલુકાના દોલતપુરા ગામના ખાખડીયા વાળા ફળિયામાં છેલ્લા બે વર્ષથી નવી પાણીની ટાંકી બનાવેલી છે અને આ ટાંકી માથી સ્થાનિકોને પાણીના કનેકશનો પણ આપવામા આવ્યા છે પરંતું મોટર જ મૂકવામાં આવી નથી જેથી નવી પાણીની ટાંકી માં પાણી જ નથી અને પરિણામે સ્થાનિકોને પીવા નુ પાણી ભરવા માટે છેક ખેતરોમાં જવુ પડે છે ત્યારે ઘણી વખત ખેતરના માલિકો કૂવાની મોટર ચાલુ નહી કરતા હોવાથી ખાલી બેડા લઈને પરત ફરવાની ફરજ પડે છે ત્યારે ખાખડિયા ફળીયુ જેતપુર નજીક હોવાથી કોઈ ધ્યાન આપવામા આવતુ નથી આ ફળીયુ મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ થતુ હોવાથી ગ્રામજનોએ મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ ને પાણી બાબતે ઘણી રજુઆતો કરવા છતાં કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ ફળિયાના રહીશો ની માંગ છે કે તંત્ર દ્વારા બનાવેલ પાણીની નવી ટાંકી વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી તેઓના પીવાના પાણીની સમસ્યા દૂર થાય.

[wptube id="1252022"]
Back to top button