
તા.૧.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે જાંબુઘોડાની તાલુકા શાળામાં વિજ્ઞાનની લેબનું ઉદઘાટન પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈનાં હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કવિતાબેન અને જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ ની ઉપસ્થિતિમાં લેબને ખુલ્લી મુકવામાં આવી હતી.જ્યારે આ લેબનું દસ લાખ રૂપિયા ના માતબર રકમ નાં ખર્ચે જાંબુઘોડા તાલુકાની કુમાર પ્રાથમિક શાળામાં વિજ્ઞાનની લેબ બનાવવામાં આવી છે. જેથી આ ગણિત વિજ્ઞાનની લેબ દ્વારા બાળકોમાં વિજ્ઞાનની વૃત્તિનો વિકાસ થશે તથા તાલુકાના વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન લેબનો લાભ પણ મળશે.આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]