KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં મુસ્લિમ ધર્મના ત્રણ ધર્મગુરુઓના જન્મોત્સવ નિમિત્તે નુરાની ચોક ખાતે નાતીયા પ્રોગ્રામનો આયોજન કરાયું

તારીખ ૮ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના ત્રણ ધર્મગુરુઓ નાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પયગંબર સાહેબના દામાદ હઝરત સૈયદના મોલા અલી,હઝરત સૈયદ મોઇનુદ્દીન ચીસ્તી ખ્વાજા સાહેબનો અને હઝરત સૈયદ મોઇનબાબા (છોટે સરકાર) ના જન્મોત્સવ નિમિત્તે ગુલામાને મોઈને મિલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા આયોજીત નાતીયા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લીમ ધર્મના ત્રણ ધર્મગુરુઓના જન્મોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોરસદ ના મશહૂર ના’ત ખ્વા જનાબ મુબીન અશરફી સાહેબ એ નાત અને મનકબતનું બહેતરીન અંદાજે વર્ણન કરીને ઇસ્ટેજ ઉપર હાજર કાલોલના તમામ આલીમો તેમજ હાફીઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ અને દુવા પછી નીયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button