PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મોહરમ અને પવિત્ર શ્રાવણ માસના પર્વ લઇને શાંતિ સમિતિની બેઠક મળી.

તારીખ ૨૨/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર માં પવિત્ર શ્રાવણ માસ અને તાજીયા (મોહર્રમ)ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જેડી તરાલ સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક કરી હતી. તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. બેઠકમાં જણાવ્‍યું હતું કે,તા.૨૮,૨૯, જુલાઈ દરમિયાન મહોરમ(તાજીયા)નું પર્વ મનાવવામાં આવશે અને કાલોલ શહેરમાં સૌથી વધુ કલાત્‍મક તાજીયા હોય છે.આ પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.તારીખ ૧૭ જુલાઈના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જેને અનુલક્ષીને પીએસઆઈ જેડી તરાલ જણાવ્‍યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં અને મોહર્રમ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.કાલોલ નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે પવિત્ર શ્રાવણ માસમાં આવતા હિન્દુ ધર્મના પર્વ અને મુસ્લિમ ધર્મના મોહર્રમ પર્વ ઉજવાય તે માટે કાલોલ પી.એસ.આઇ.જેડી તરાલ તેમજ ટાઉન જમાદાર પર્વતસિંહ મિટિંગમાં હાજર રહી કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.અને બન્ને સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button