HALOLPANCHMAHAL

હાલોલ કોલેજમાં “આજનો યુવાન અને ભગવદ્ ગીતા” વિષય ઉપર સ્વામી શ્રી હરિબહેમ્ન્દ્રાનંદ તીર્થનું પ્રવચન યોજાયું

તા.૪.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

શ્રી હાલોલ મહાજન ઉચ્ચશિક્ષણમંડળ હાલોલ સંચાલિત એમ.& વી. આટર્સ & કોમર્સ કોલેજ, હાલોલ અને શ્રીમદભગવદ્ ગીતા અધ્યયન મંડળ ગોધરાના સયુંકત ઉપક્રમે આજનો યુવાન અને ભગવદગીતા” વિષય ઉપર સ્વામી શ્રી હરિબહેમ્ન્દ્રાનંદ તીર્થનુ મંડળના પ્રમુખશ્રી પ્રફુલચંદ્ર શાહના અધ્યક્ષ પદે ૦૪ ફેબ્રુઆરી શનિવારના રોજ કોલેજના કોન્ફરન્સ હોલમાં પ્રવચન યોજાયું હતું.શ્રી હાલોલ મહાજન ઉચ્ચશિક્ષણમંડળ હાલોલના સંસ્થાપક,પ્રમુખ.સ્વ.શ્રી જે.ટી.પરીખ વ્યાખ્યાન માળા અંતર્ગત યોજાયેલ પ્રવચનની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડૉ.યશવંત શર્માએ કર્યું હતું. આ પ્રસંગે અતિથી વિશેષ શ્રી મહેન્દ્રભાઈ ઉપાધ્યાયે શ્રધ્ધેય સ્વામીજીનો પરિચય આપી અમૂલ્ય ગ્રંથ ભગવદ્ ગીતા વિશે વિચારો રજૂ કર્યા હતા. સ્વામીજીએ પ્રવચનમાં આજના યુવાનોમાં શીલ,સદાચાર,સંયમ, આત્મવિશ્વાસ,નીડરતા જેવા ગુણ વિકાસ પામે તેમાંભગવદ્ ગીતાના મહામૂલા પ્રદાનની લાક્ષણિક શૈલીમાં રજૂઆત કરી હતી.માનદમંત્રી સમીરભાઈશાહે સંદેશા દ્વારા શુભેચ્છા પાઠવી હતી આ સમારંભના અધ્યક્ષ અને મંડળના પ્રમુખ પ્રફુલચંદ્ર શાહે સંસ્થામાં આધ્યાત્મિક ગુણ વિકસે એવા સતત પ્રવચન યોજાય અને સંતોના પગલાથી ભૂમિ પાવન રહે એવી શુભકામના પાઠવી હતી.આ સમગ્ર કાર્યક્રમ અગેની ભૂમિકા અને આભારવિધિ ડૉ.સુધાબહેન પટેલે કરી હતી.કાર્યક્રમનું સંચાલન ડૉ.ઇન્દ્રજીતસિંહ ઠાકોરે કર્યું હતું.આ કાર્યક્રમમાં કમિટીસભ્ય,સંલગ્ન સંસ્થાના કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button