કાલોલ ખાતે અજીમી ફ્રેન્ડ સર્કલ આયોજીત રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રકતદાન કર્યું.

તારીખ ૦૩/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર નુરાની ચોક જુમ્મા મસ્જીદ સ્થિત મદ્રસા ખાતે રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ૪૬ બોટલ રક્તદાન કરીને પ્રશંસનીય સેવા કાર્ય કર્યું તથા કેમ્પ માટે અજીમી ફ્રેન્ડ સર્કલ તથા હેલ્પિંગ હેન્ડ ગોધરા દ્વારા આયોજીત રક્તદાન કેમ્પનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ ને રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર સાથે ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાલોલ અજીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા નુરાની ચોક પાસે આવેલ અંજુમને અજીજુલ ઇસ્લામ મદ્રેસા ખાતે સમસ્ત મુસ્લિમ બિરાદરો માટે રવિવારે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રકતદાન કર્યું હતું.સાથો સાથ બ્લડ ગ્રુપ ચેક કરાવનારાઓ પોતાનુ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતુ આ તકે ગોધરા રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંકના સ્ટાફ સાથે હેલ્પિંગ હેન્ડ નાં પ્રમુખ જહીરભાઇ મલેક (તીજોરીવાળા) દ્વારા ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા મુસ્લિમ બિરાદરોનો ઉત્સાહ વધારવા કાલોલ રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી ડોક્ટર્સ પ્રકાશભાઇ ઠક્કર સાથે સમસ્ત મુસ્લિમ જ્ઞાતિના આગેવાનો અને અજીમી ફ્રેન્ડ સર્કલ કમેટી નાં સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.












