કાલોલ શહેરના ગધેડી ફળીયા ના નાળાં પાસે ટ્રક ખોટકાતા એક કિલોમીટર નો ટ્રાફિક જામ સર્જાયો

તારીખ ૩૦/૬/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંચાયત કચેરી સામેના વડોદરા-ગોધરા હાઇવે ગધેડી ફળીયાના નાડા પાસેના રોડ ઉપરના ભરચક વિસ્તારમા અચાનક એક મોટી ટ્રક ખોટકાતા એક કિલોમીટરના અંતર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં ટ્રક રોડની વચ્ચોવચ ખોટકાતા એક સાઇડ નો એક કિલોમીટર જટલો ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં મોટીસંખ્યામાં કલાકો સુધી વાહન ચાલકો અને બસમાં મુસાફરી કરતા મુસાફરો સાથે સ્કૂલમાં જતા બાળકો અટવાયાં જોકે સમગ્ર ઘટના અંગે ટ્રાફિક પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી ક્રેન મારફતે ખોટકાયેલી ટ્રક ને સાઇટ પર ખસેડીને ટ્રાફીક હળવો કરવામાં આવ્યો હતો સવાર નો સમય સ્કુલમાં જતા વિદ્યાર્થીઓ અને કંપનીમાં કામ કરતા કામદારો નોકરી માટે ઘરથી વાહન લઇને નીકળતા હોય છે જે અવર જવરને લઇ રોડ ઉપર ટ્રાફિક ખૂબ વધુ પ્રમાણમાં હોય છે જે અચાનક હાઇવે રોડની વચ્ચોવચ ટ્રક ખોટકાતા વડોદરા ગોધરા હાઇવે રોડ પરના એક સાઇડ નો એક કિલોમીટર જટલો લાબો ટ્રાફીક જામ સર્જાયો હતો અને આ રોડ ઉપર વડોદરા ગોધરા હાઇવે અડી ને વૃંદાવન સોસાયટી અને ગધેડી ફળીયા તરફની ચોકડી હોય સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કંપનીમાં કામ કરતા કામદારો પાંચ વાગ્યાની આસપાસ છુટતા હોય જે સવારસાંજ અવાર નવાર ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાય છે.










