હાલોલ:ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ અને GPCB ના સહિયારા ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઇ.

તા.૧૬.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનાં રણજીતનગર મુકામે માધ્યમિક વિધ્યામંદિર ખાતે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સ્થાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ ગોધરા ના રીજનલ અધિકારી નિહારિકાબેન વસાવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત માધ્યમિક વિધ્યામંદિર ના વિદ્યાર્થીઓ તથા ગામ લોકોને પર્યાવરણની સુરક્ષા તથા વધુમાં વધુ વૃક્ષોનું જતન વિષયક ચર્ચા કરવામાં આવી હતી.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ માં મહાનુભાવો દ્વારા પર્યાવન વિષયંગત વિસ્તૃત માહિતી આપી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.તેમજ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અને સાથે સાથે ગ્રામ સફાઇ કરવામાં આવી.આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ ગોધરા ના રીજનલ અધિકારી નિહારિકાબેન વસાવા, GFL માથી પધારેલ પ્રસન્ના પંડિત ,જય શાહ ,ડો.સંજય ગાંધી,જિગ્નેશ મોરી, તેમજ રણજીતનગર ગામના સરપંચ લક્ષ્મણભાઈ રાઠવા,ઉપસરપંચ મિત્તલ પટેલ, નાથકુવા ગામના સરપંચ નવીનભાઈ રાઠવા,નાથકુવા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકી તથા રણજીતનગર ગામના અગ્રણી આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ બાળકો હાજર રહી પર્યાવરણનુ રક્ષણ અને જતન માટેના સંકલ્પો લીધા હતા.









