ગોવિંદ ગુરુ યુની.નાં દીક્ષાંત સમારોહમાં કાલોલ તાલુકાની યુવતી ને સુવર્ણ ચંદ્રક એનાયત થયો.

તારીખ ૨૭ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
સોમવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે દીક્ષાત સમારોહ અને સુવર્ણચંદ્રક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા તથા ખાસ મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ પ્રફુલભાઈ પાનસરિયા હાજર હતા. તેમજ પંચમહાલ જિલ્લાના ધારાસભ્યો જેઠાભાઈ આહીર (ભરવાડ) નિમિષાબેન સુથાર, સી કે રાહુલજી, જયદ્રથસિંહ પરમાર અને સાંસદ રતનસિંહ રાઠોડ હાજર રહ્યા હતા.જેમાં કાલોલ તેમજ પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજનું ગૌરવ એવું માનસીબેન ગોપાલસિંહ રાઠોડ જે રહે મગનપુરી ડેરોલ સ્ટેશન હાલ પીંગળી તા.કાલોલ. જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી વિભાગમાં અભ્યાસ કરતા હતા. તેઓએ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક કક્ષાએ ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટ્રિક્શન મેળવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક મેળવેલ અને કાલોલ તાલુકાનું નામ રોશન કર્યું છે જેઓને આજરોજ મુખ્ય અતિથિ મોરારીબાપુ ના હસ્તે સુવર્ણચંદ્ર એનાયત કરવામાં આવ્યો અને આગળ વધુ પ્રગતિ કરે એવા આર્શીવચન આપવામાં આવ્યા હતા. જેથી માનસી બેન ખૂબ જ ખુશીની લાગણી અનુભવતા કહે છે કે સતત અભ્યાસ કરતા રહેવાથી સફળતાઓ અને સિદ્ધિઓ મળે જ છે અને આ સિદ્ધિનો શ્રેય એમના માતા-પિતા, એમનાં પરિવાર અને તેમના પ્રોફેસરોને આપે છે.










