HALOLPANCHMAHAL

રોટરી ક્લબ ઓફ હાલોલ તેમજ આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

તા.૨૧.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે આજે રવિવાર તા. ૨૧/૦૫/૨૦૨૩ ના રોજ હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલ, જરોદ ના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સવારે ૯ કલાકે રોટરી ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ, સેક્રેટરી હાર્દિક જોશિપુરા,રો.હેમેશભાઈ પટેલ,હાલોલ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રો.શીતલભાઇ પટેલ,રો. વૈભવ પટેલ,આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલ ના નિલેશભાઈ ભરપોડા, ડૉ. મીનુ પટેલ, ડો. તરુણ વર્મા, ડૉ. હાર્દિક મોદી,ડૉ. રાધિકા પાઠક, ડૉ.ધરા સુથાર ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલમાંથી આવેલ અનુભવી ડોક્ટર્સ દ્વારા દરેક રોગોનું ચેક અપ ખૂબ જ ઊંડાણ પૂર્વક કરીને દર્દી ઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આમ કુલ મળીને ૧૫૦ દદીઁઓએ આ ની:શુલ્ક કૅમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સફળ સંચાલન ક્લબ ના દરેક સભ્યોએ હાજર રહી આ કેમ્પ ને ખૂબ જ સફળ બનાવ્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button