HALOLPANCHMAHAL

પાવાગઢ ડુંગર પર આગ લાગી,ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.

તા.૧૪.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

યાત્રાધમ પાવાગઢ ડુંગર ઉપર આગ લાગતા માચી થી ચાલતા મંદિરે જવાના જવાના માર્ગ માં પાટિયા પુલ અને ખપ્પર જોગણી મંદિર વચ્ચેના જંગલ માં આગ લાગતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગ ના અધિકારી દોડી આવ્યા હતા.હાથ વગા સમાન નો ઉપયોગ કરી આગ ને પગથિયાં સુધી આવતા અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.પગથિયાં તરફ આગ નજીક આવે તેવી સંભાવનાઓ ને પગલે કેટલાક દુકાનો ના ઝૂંપડાઓ તત્કાલિત હટાવી લેવાતા યાત્રાળુઓ ની અવર જવર અટકાવી દેવામાં આવી હતી. જો કે કલાકો પછી યાત્રાળુઓને મંદિર તરફ જવા માટે માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ના માચી તરફ ના જંગલ માં આજે બપોરે આગ લાગતા અફરાતફરી મચી હતી. ડુંગર માં લાગેલી આગ ભારે પવન ને કારણે પ્રસરી રહી હોવાથી માચી થી માતાજીના મંદિરે ડુંગર ઉપર ચાલતા જવા માટેના માર્ગ બંધ કરાવી દેવાની ફરજ પડી હતી.અઢી કલાક બાદ આ માર્ગ ઉપર ફરી અવર જવર શરૂ કરવામાં આવી હતી.માચી થી ઉપર પાટિયા પુલ નજીક નો ડુંગર આજે સળગ્યો હતો,આખા રસ્તા ઉપર ઠેર ઠેર દબાણો કરી ઉભી થઇ ગયેલી દુકાનો ની પાછળ ડુંગર ઉપર ભારે પ્લાસ્ટિક નો કચરો ફેંકવામાં આવેલો હોવાથી આગ સળગતી દુકાનો તરફ આવી રહી હોવાથી તંત્ર દ્વારા આવી કેટલીક દુકાનો હટાવવામાં આવતા એક તબક્કે માચી થી ડુંગર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો હતો.પાવાગઢ પોલીસ સહિત વન વિભાગ ના અધિકારીઓ દોડી આવતા દુકાનો તરફ આગ ન આવે તે માટે જંગલ માં પાણી ની પાઇપો લાંબાવી પાણી છાંટવા ની કામગીરી કરવામાં આવી હતી.બપોરે માતાજી ના દર્શને આવેલા યાત્રાળુઓ ને નીચે ગેટ પાસે અને દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓ ને ઉપર રોપવે ગેટ ની બાજુમાં નીચે ઉતારવાના રસ્તા ઉપર બેરીકેટ લગાવી રોકી દેવામાં આવ્યા હતા.જ્યારે હાલોલ ફાયર ફાયટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button