હાલોલ:મહિલાઓનો પાણીની સમસ્યાને લઇ નગર પાલિકા ખાતે હલ્લાંબોલ,મહિલાઓએ પાલિકા ખાતે માટલા ફોડયા

તા.૩૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરપાલિકા વિસ્તારના પાવાગઢ રોડ પર આવેલા જાંબુડી વિસ્તારમાં પીવાના તથા વાપરવાના પાણી માટે તરસી રહ્યો છે.જાંબુડી વિસ્તારના પૂજાપાર્ક સોસાયટીમાં 70 જેટલા મકાનો આવેલા છે.જ્યાં છેલ્લા બે માસથી પાલિકાની પાઇપ લાઇનમાં પૂરતું પાણી પહોંચી નથી રહ્યું. જેથી મહિલાઓ આજે માટીના ઘડા લઈને નગરપાલિકાએ પહોંચી હતી અને તેઓને પર્યાપ્ત માત્રામાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી. પાણી માટે જ્યારે રહીશો પોકાર કરે છે ત્યારે જવાબદારો બે દિવસમાં પાણીની વ્યવસ્થા થઈ જશે તેવા ખોટા વાયદા કરતા હોવાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું. આજે પણ નગરપાલિકાના જવાબદારો દ્વારા આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપતા મહિલાઓ પરત ફરી હતી.આજે પાલિકા ખાતે પહોંચેલી મહિલાઓને બે દિવસમાં પાણી મળતું થઈ જશે તેવી હૈયાધારણ આપવામાં આવતા મહિલાઓ પરત ફરી છે. આ બે દિવસ તેમને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા પાલિકામાંથી કરવામાં આવી છે.જો કે મહિલાઓએ બે દિવસ પછી પણ સ્થિતિ આ જ રહેશે તો પુનઃ એક વાર સરઘસ લઈ પાલિકાએ પહોંચશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.









