કાલોલ ના મધવાસ શ્રી નવસર્જન ઉતર બુનિયાદી હાઇસ્કુલ ખાતે ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

તારીખ ૦૬/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામ સ્થિત શ્રી ગૌશ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ શ્રી નવસર્જન ઉતર બુનિયાદી હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મનોકામના માટે શાળામાં શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના ધોરણ–૧૦ ના તમામ વિદ્યાર્થીઓ કથામાં સહભાગી થયા હતા. કથાની પુર્ણાહુતી બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓનો અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધોરણ–૧૦ ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની રીસીપ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને જ્વલંત સફળ કારકિર્દી માટે શાળાના આચાર્ય અને શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.શાળા મંડળ ના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પેટે પેન નું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ એસ.એસ.સી. માર્ચ–૨૦૨૪ ની પરીક્ષા વિના વિઘ્ને પસાર કરે તેવી શ્રી ગૌશ્નેશ્વર મહાદેવને અને શ્રી સત્યનારાયણ દેવને પ્રાર્થના કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.










