
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૪.૨૦૨૪
હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ શાળા ના આચાર્ય અતુલભાઇ પંચાલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં આખા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધા ઓ શાળા દ્વારા યોજવામાં આવેલ તેમાં જે બાળકો એ પ્રથમ સ્થાન મેળવેલ તે બાળકોને ગોલ્ડમેડલ તેમજ જે બાળકો એ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ તે બાળકો ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.ધોરણ 8 ના બાળકો અભ્યાસમા ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ શાળાના તમામ શિક્ષક મિત્રો એ આપી હતી.ધોરણ 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. અને તમામ બાળકો ની આંખ માં આંસુ આવી ગયા હતા.આ તબક્કે જેપુરા crc co.શૈલેષભાઇ પટેલે પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સ્ટાફ તેમજ બાળકોએ સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતા.

[wptube id="1252022"]









