KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના ડેરોલ સ્ટેશન ખાતે દાતા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ શૂઝનો વિતરણ કાર્યક્રમ યોજાયો.

તારીખ ૦૪/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશન ખાતે કૃણાલ બ્રહ્મભટ્ટ દ્વારા તેમના દાદા સ્વ.મૂળજીભાઈ મહેતાપસિહ બારોટની સ્મૃતિમાં શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ શૂઝનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના ધોરણ ૧થી ૧૨ ના વિધાર્થીઓને ૨૦૦ જોડ સ્કૂલ શૂઝનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ આ પ્રસંગે આનંદની લાગણી અનુભવી હતી. આ કાર્યક્રમમાં દાતા કૃણાલ બ્રહ્મભટ્ટ,મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,મંડળના સદસ્ય મનોજભાઈ દેસાઈ તેમજ શાળાના ત્રણેય વિભાગના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ અને શાળા પરિવાર દ્વારા કૃણાલ બ્રહ્મભટ્ટને આ દાન આપવાના ઉમદા કાર્ય બદલ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button