KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી-મોન્સૂન કામગીરીને લઈ સંકલન બેઠક યોજાઇ

તારીખ ૨૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના લાયઝન અધિકારી અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર, પંચમહાલ-ગોધરા ફાલ્ગુન પંચાલ ના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત પ્રિ-મોન્સુન કામગીરી લઈ સંકલન બેઠક યોજવામાં આવી હતી.જેમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણી અને તેનો નિકાલ,મેડિકલ સહાય બાબતે,જર્જરિત મકાનોની માહિતી વગેરે મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી આજની આ બેઠકમાં જુદા-જુદા વિભાગો ના ઉપસ્થિત અધિકારી, કર્મચારીઓને તેઓના વિભાગને લગતી પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા સૂચના અને માર્ગદર્શન આપી કરેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]









