
વડાપ્રધાનને અને તેમના ભક્તોને દુનિયામાં ડંકો વગાડવાનો બહુ અભરખો હતો. પરંતુ વિશ્વના પ્રતિષ્ઠિત અખબારોએ વડાપ્રધાન મોદીની અપકિર્તિનો ડંકો બરાબર વગાડી દીધો છે !
વડાપ્રધાને 21 એપ્રિલ 2024ના રોજ રાજસ્થાનના બાંસવાડામાં જાહેર સભામાં કહ્યું કે “કોંગ્રેસ દેશની સંપત્તિ ‘જેમના વધુ બાળકો છે’ તેમને, ‘ઘૂસણખોરો’ને વહેચી દેશે ! કોંગ્રેસનો ઢંઢેરો જુઓ તમારું ‘મંગળસૂત્ર’ પણ રહેવા નહીં દે !”
કોંગ્રેસે પોતાના ન્યાયપત્રમાં/ manifestoમાં દેશની સંપત્તિ મુસ્લિમોને વહેંચી દેવા માટે એક શબ્દ પણ લખ્યો નથી ! વડાપ્રધાને પોતાના સ્વાર્થ માટે બદનક્ષીનું કૃત્ય કરેલ છે. આ માટે તેમને 2 વરસની કેદ થાય !
વડાપ્રધાને દેશના મુસ્લિમોને ‘ઘૂસણખોરો’ ઠરાવી દીધાં ! ‘વધુ બાળકો વાળા’ ઠરાવી દીધાં ! મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવા સબબ વડાપ્રધાને IPC કલમ-153A હેઠળ 3 વરસ સુધીની કેદની સજા થાય ! વીડિયો તથા કોંગ્રેસનો manifestoનો દસ્તાવેજી પુરાવો છે.
આ બન્ને કેસ દેશના કોઈપણ રાજ્યમાં થઈ શકે. ઈન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા દરેક પક્ષો પોતાના લઘુમતી સેલના કાર્યકરો/ હોદ્દેદારો પોતપોતાના પોલીસ સ્ટેશનમાં અને કોર્ટોમાં આ વિષે ફરિયાદ દાખલ કરે/ નાગરિક સંગઠનો ફરિયાદ કરે તો અસંખ્ય ફરિયાદો દાખલ થઈ શકે છે. માની લઈએ કે આ બધી ફરિયાદો સુપ્રિમકોર્ટના હુકમથી ‘ક્લબ’ કરે તો તો પણ ગુનામાંથી છૂટવું મુશ્કેલ છે !
‘રાજસ્થાન ઈલેકશન વોચ એન્ડ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ’ દ્વારા 22 એપ્રિલ 2024ના રોજ રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ લોક પ્રતિનિધિત્વ એક્ટ 1951, કલમ- 123 (3)/ (3 A)/ 125 ના ઉલ્લંઘન સબબ તથા આદર્શ આચાર સંહિતા નિયમ- 1 અને 3 ના ભંગ સબબ ફરિયાદ કરવામાં આવી છે.
ઉપરાંત કવિતા શ્રીવાસ્તવ અવે ભંવર મેઘવંશીએ જયપુરના પોલીસ કમિશ્નર બીજુ જોર્જ જોસેફને IPC કલમ-153 (A)/ 295 (A)/ 505 હેઠળ ફરિયાદ આપી છે. જે તેમણે શૂન્ય નંબરથી દાખલ કરવાને બદલે બાંસવાડા SPને મોકલી આપી છે ! વડાપ્રધાનનું ભાષણ માત્ર જૂ્ઠું જ નહીં, પરંતુ ધર્મ અને સમુદાયના આધારે નફરત અને દુશ્મનીને બહેકાવે; વિભિન્ન ધાર્મિક સમૂહો વચ્ચે વૈમનસ્ય/ શત્રુતા, ધૃણા , દુર્ભાવના ફેલાવનારું છે. સાંપ્રદાયિકતાના આધારે નાગરિકો પાસેથી મત હાંસલ કરવા ચૂંટણી સભામાં આપ્યું હતું, મતલબ કે પોતાના સ્વાર્થ માટે નફરતી ભાષણ આપ્યું હતું. વડાપ્રધાને લોકોને ઊશ્કેરવા કહ્યું હતુ કે ‘મહિલાઓના મંગળસૂત્ર છીનવનારું કૃત્ય સ્વીકાર્ય છે?’
વડાપ્રધાનની WhatsApp યુનિવર્સિટીએ ગાંધીજીને મુસ્લિમ બનાવ્યા ! નેહરુને મુસ્લિમ બનાવ્યા ! ગોડસેને દેશભક્ત ઘોષિત કર્યો ! WhatsApp યુનિવર્સિટીના પ્રદૂષણ સામે સત્તાપક્ષે એક પણ પગલું લીધું નથી; પરંતુ વડાપ્રધાન ખુદ WhatsApp યુનિવર્સિટીની નકલ કરવા ગયા અને કાયદાની ઝાળમાં ભરાઈ ગયા છે !
વડાપ્રધાનને જેલમાં જતા કોઈ રોકી શકે તેમ નથી ! ‘કરે તેવું પામે’/ ‘વાવે તેવું લણે’/ ‘ખાડો ખોદે તે પડે’/ ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ વગેરે કહેવતોમાં સમાયેલ ડહાપણ હવે વડાપ્રધાનને સમજાશે !rs [કાર્ટૂન સૌજન્ય : Mir Suhail]

[wptube id="1252022"]





