
તા.૯.જાન્યુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના જેપુરા પ્રાથમિક શાળા દ્વારા પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આજરોજ જેપુરા શાળા દ્વારા પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા ના અભિયાન અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે રેલી યોજવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલ તેમજ શાળા પરિવાર દ્વારા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ના આ અભિયાન માં સાથ સહકાર આપવા વિનંતી કરી હતી. તેમજ બાળકો એ ગામમાં થી નકામું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. શાળા ના તમામ બાળકો એ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા ની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

[wptube id="1252022"]









