KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ દ્વારા મહારકતદાન કેમ્પમાં ૭૫ યુનિટ બ્લડ ડોનેટ

તારીખ ૧૭/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ના કાછીયા સમાજની વાડી “લાલજી ભવન” ખાતે રવિવારે સવારે ૯ કલાકે મહારકતદાન કેમ્પ નુ આયોજન રેડ ક્રોસ સોસાયટી ના સંયુકત ઉપક્રમે કરાયુ સ્વામિનારાયણ મંદિર વડતાલ ના ૨૦૦ વર્ષ પુર્ણ થવા તેમજ ભગવાન સ્વામિનારાયણ ના આઠમા વંશજ ધર્મકૂળ શિરોમણી શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદ મહારાજ ના પ્રાગટ્ય ના ૭૫ વર્ષ નિમિતે સંપ્રદાય દ્વારા વડતાલ ધામ દ્વી શતાબ્દી મહોત્સવ અને મહારાજશ્રી ના પ્રાગટ્ય ના અમૃત મહોત્સવ ની ઊજવણી ના ભાગ રૂપે ભાવિ આચાર્ય લાલજી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ ની આજ્ઞા થી આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ નુ આયોજન ભારત સહિત વિશ્વના ૭ દેશો મા એકજ તારીખે એક સાથે ૧૧૫ થી વધુ સ્થાન મા યોજાયુ છે જેને લઈ કાછીયવાડ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા પુર જોર થી તૈયારીઓ કરવામાં આવી હતી જેને લઈ મહારાજશ્રી ના ૭૫ મા પ્રાગટ્ય દીને ૭૫ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ. રકતદાન કરનાર દાતાઓને સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર અને ભેટ આપવામા આવી હતી.રેડ ક્રોસ સોસાયટી ના સતિષભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ મા હાજર રહ્યા હતા. મંડળ ના મુકેશભાઈ કાછીયા,ધિરેનભાઈ કાછીયા, મિત કાછીયા, દર્શન કાછીયા, ભરતભાઈ કાછીયા દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button