KALOL(Panchamahal)PANCHMAHAL

ડો.પીસી શાહના જન્મદિવસે યોજેલા રક્તદાન કેમ્પમાં ૧૧૨ યુનિટ રક્ત એકત્ર કરાયું..

તારીખ ૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગોધરા ની પ્રતિષ્ઠિત શાળાઓ પૈકી ની એક એવી ઉન્નતી શાળા ગોધરાના મંત્રી અને શ્રી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન એટલે કે બી.એડ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડો.પી સી શાહના જન્મદિવસ નિમિત્તે શાળા ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ ૧૧૨ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. સંસ્થાના પ્રમુખ આદરણીય વિનોદભાઈ શાહ સહિત તમામ સભ્યઓએ આ માટે તમામ રક્તદાતાઓ નો આભાર માન્યો છે,રક્તદાનના આ મહા પુણ્યશાળી કાર્યમાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના સાત વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ ઉપસ્થિત રહી રક્તદાન કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.યુવાન વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન અંગેની જાગૃતિને ડો.પીસી શાહ ખાસ બિરદાવી હતી અને આવા નવયુવાન વિદ્યાર્થીઓને રક્તદાન માટે પ્રેરણા આપવા બદલ કોમર્સ કોલેજ ગોધરાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.અરુણસિંહ સોલંકીનો પણ આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button