
તા.૧૩.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
મક્કા અને મદીના હજયાત્રા માટે જતા હાલોલના હજયાત્રીઓના જૂથને મુસ્લિમ સમાજ દ્વારા એક જુલુંસ કાઢી શુભેચ્છા પાઠવી વિદાય આપવામાં આવી હતી આશરે 36 થી 40 દિવસની હજયાત્રાએ ગયેલા હજ યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી.હાલોલ માંથી હજયાત્રીઓ હજયાત્રા કરવા જવાના છે.તે પૈકી પ્રથમ કાફલો બુધવારના રોજ ચાર હજ યાત્રિકો રવાના થયા હતા.જ્યારે આજે મંગળવારના રોજ બે હજયાત્રીઓ રવાના થયા હતા. ઇસ્લામ ધર્મમાં હજ નું અનેરૂ મહત્વ છે.દરેક પાક મુસ્લિમને જિંદગીમાં એક વખત હજયાત્રા કરવાનું સપનું હોય છે.હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ કહેવાય છે.જ્યારે આ તમામ હજયાત્રીઓને ફુલહારથી હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી.

[wptube id="1252022"]









