હાલોલ- ચાંચડીયા ગામના સીમમાં વિદેશી દારૂ કંટીગ થાય તે પહેલા સ્ટેટ મોનિટરિંગ ટીમ ત્રાટકી,21 લાખનો મૂદ્દામાલ જપ્ત,6 આરોપીઓ સામે ગૂનો નોંધાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૧.૨૦૨૪
હાલોલ તાલુકાના ચાંચડીયા ગામ ની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ માં માલ કટિંગ સમયે સ્ટેટ મોનેટરીંગ ટીમ ત્રાટકી હતી જેમાં પોલીસે રુ.11.76 લાખ ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડી રૂ.5000 નો મોબાઈલ,10 લાખ ની ટ્રક સાથે મળી કુલ 21.81 લાખ ના મુદ્દામાલ કબજે કરી 6 આરોપીઓ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનેટરીંગ ની ટીમને બાતમીદારો દ્વારા પાક્કી બાતમી મળી હતી કે ગોધરા ખાતે રહેતો કુરેશી મોહમદ નસીમ એક ટ્રકમાં ભીખા ભલજી રાઠવા રહે મોટીબોર છોટાઉદેપુર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરી મંગાવેલ છે.અને હાલોલ તાલુકાના ચાંચડીયા ગામે રહેતા હિતેશ ઉર્ફે જાડાને આપનાર છે. જે દારૂનું કટીંગ થવા હોવાની બાતમી ને લઇ સ્ટેટ મોનેટરીંગ ની ટીમ બાતમી વાળી જગ્યા ઉપર વોચ માં હતી.દરમ્યાન એક મોપેડ ઉપર બે ઈસમો સવાર હતા, તેની પાછળ એક મોટું વાહન આવતા પોલીસ સતર્ક થઇ ગઈ હતી.અને તે ચાંચડીયા ગામ ના સેઢા ફાળિયા ના સીમ માં ઝાડી ઝાંખળામાં ઉભા રહી ટ્રકમાંથી ઉતારેલ ચાલક સહીત ત્રણ ઈસમો વાતચિત કરતા હતા ત્યારે પોલીસે રેડ કરતા તેઓ ભાગી છુટવાનો પ્રયાસ કરતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.જયારે અન્ય બે અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે ઝડપી પાડેલ ઈસમ ની પુછપરછ કરતા પોતાનું નામ પ્રવીણભાઈ બચુભાઈ પરમાર રહે મુલધારી, તા.હાલોલ જણાવતા પોલીસે ટ્રક માં તપાસ કરતા ભારતીય બનાવટ ની જુદી જુદી જાત નો દારુ તથા બિયર ની પેટીઓ રુપિયા 11,76,000/- નો મળી આવતા પોલીસે 10 લાખ ની ટ્રક 5,000/- નો મોબાઈલ મળી કુલ 21,81,000/- નો જથ્થો કબ્જે કરી પ્રવીણભાઈ બચુભાઈ પરમાર રહે, મુલધારી,તા.હાલોલ,કુરેશી મોહમદ નસીમ રહે ગોધરા.ભીખા ભલજી રાઠવા રહે,મોટી બોર, છોટા ઉદેપુર,હિતેશ ઉર્ફે જાડો જસવંતસિંહ રાઠોડ રહે ચાંચડીયા, પ્રવીણ ઉર્ફે ભયલી રહે વરછડા તેમજ ટ્રક ચાલક અજાણ્યો ઈસમ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










