HALOLPANCHMAHAL
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મા.અને ઉ.મા આચાર્ય સંવર્ગ દ્વારા પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ રાઠોડની મુલાકાત લીધી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૬.૧૦.૨૦૨૩
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ પંચમહાલના તમામ જવાબદાર વ્યક્તિઓ જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પ્રાંતના મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી,માધ્યમિક અધ્યક્ષ જીતેન્દ્રભાઈ ઠાકર, મહામંત્રી જીતેન્દ્રસિંહ પરમાર, ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ મોહનભાઈ ચારેલ વગેરે હોદ્દેદારોએ આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત OPS ,પડતર પ્રશ્નો અને બદલી જેવા પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનના નિયત કરેલા કાર્યક્રમના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસ્થાને આવેદનપત્ર આપી વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટેની રજૂઆત કરી હતી. ઉપરાંત સરકારમાં શિક્ષકોના પ્રવર્તમાન પ્રશ્નોનુ ખૂબ જ ઝડપથી નિરાકરણ આવે તેની ચર્ચા વિચારણા પણ કરી હતી.

[wptube id="1252022"]









